Followers

SEMINAR ON COSTITUTION





REPORT

તારીખ ૨3 ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ જીવનદર્શન વડોદરા ખાતે GJYM (ગુજરાત જેસુઈટ યુથ મિનિસ્ટ્રી)  દ્વારા "બંધારણ તેમજ આવનારી ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા"  એ વિષયને અનુલક્ષીને એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અલગ-અલગ તાબામાંથી કુલ ૧૯ યુવાનોએ  ભાગ લીધો હતો.  આ સેમિનારનું આયોજન ફા નગીનની હાજરીમાં થયું હતું. તેમજ વિષયને અનુરૂપ માહિતી પણ પુરી પાડવામાં આવી  હતી. આ સેમિનારમાં  આર.જે.એમ ( કોન્વેન્ટ ઓફ જીસસ ઓફ મેરી ) ના સિ.મંજુલાએ પણ હાજરી આપી હતી. આ સેમિનારના વિષયવસ્તુની સંપૂર્ણ સમજ અખિલ ગુજરાત વિદ્યાર્થી વિકાસ સંઘના રાહુલ પરમાર અને વૈભવ ડાભી દ્વારા આપવામાં આવી હતી. તે લોકા દ્વારા ચૂંટણી દરમિયાન  ભારતમાં ચાલી રહેલી સમસ્યા, ઇતિહાસ, ચૂંટણી કેમ કરવામા આવે છે ? સરકાર કેવી રીતે બને છે ?  જેવી બાબતોની માહિતી યુવાનોને આપવામાં આવી હતી. ત્યારબાદ શ્રિમતી પુષ્પાબેન મેક્વાન  જે ચૂંટણી વિભાગમાં કાર્યરત છે. તેમના દ્વારા મત્ત આપવાનું મહત્વ અને જે લોકો પાસે  ચૂંટણીકાર્ડ નથી  તે લોકોને ચૂંટણીકાર્ડ કેવી રીતે કઢાવી શકે તેની માહિતી આપી હતી. બપોર પછીના સેશનમાં  ૩ જૂથ  પાડવામાં આવ્યા હતા. ત્રણેય જૂથને ચર્ચા-વિચારણા માટે સમય આપવામાં આવ્યો હતો જેમાં યુવાનોએ ચૂંટણી દરમિયાન થતા પ્રશ્નો ? આપણે કેમ વોટ કરવો જોઈએ ? બંધારણ અને હું ? જેવા પ્રશ્નો ઉપર ચર્ચા કરી. ત્યારબાદ આપેલા પ્રશ્નો નું અલગ અલગ  જુથ દ્વારા રજુઆત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સેમિનારનો ભાગ બનેલા તમામ યુવક-યુવતીને ("બંધારણ તેમજ આવનારી ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા") કાર્યક્રમના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. વિષય વસ્તુને ધ્યાંનમાં રાખીને વિવિધ એક્શન -પ્લાન બનાવવામાં  આવ્યા હતા જેવા કે વિસ્તાર મુજબ કાર્યક્રમનું આયોજન થાય અને ૨-૩ કલાકના સેશનનુ આયોજન કરી શકાય. આમ દિવસ દરમ્યાન   શિખેલી  વસ્તુઓ અન્યલોકો અને યુવાનો  સુધી પોહંચે અને સમાજ વધારે જાગૃત બને તે જવાબદારી એકત્રિત યુવાનોએ લીધી હતી અને અંતે જૂથ-ફોટો લઈ  સેમિનારની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

જીગ્નેશ ક્રિશ્ચિયન (વટવા)

No comments:

Post a Comment