MAGIS DAY
28TH JULY 2019
ANKLAV
PROGRAMME REPORT
સંત ઈગ્નાસ તહેવાર નિમિતે ગુજરાત જેસ્યુટ યુથ
મિનિસ્ટ્રી (GJYM) દ્વારા તારીખ ૨૮ જુલાઈ ૨૦૧૯ના રોજ માજીસ ડેની આર. સી. મિશન શાળા હૉલ, આંકલાવ ખાતે ઉજવણી
કરવામાં આવી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ ગત ત્રણ-ચાર વર્ષ દરમ્યાન યોજાયેલ માજીસ કાર્યક્રમનું
સ્નેહમીલન અને સંત. ઈગ્નાસના તહેવારની ઉજવણી હતી. સમગ્ર ગુજરાતમાંથી યુથને આવકાર આપવામાં આવ્યો. ગુજરાતના
જુદા-જુદા ૨૩ જેટલા તાબામાંથી ૧૬૧ જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધો. સંત ઈગ્નાસની નવસંધ્યા ભક્તિનું પઠન કરી
કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ઉપસ્થિત રહેલા ફાધરો તથા સીસ્ટરોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો.
બધાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. આઈસ બ્રેકીંગ દ્વારા યુવાનોએ ડાન્સ અને રમત રમી. ફા. જીમ્મી ડાભી દ્વારા સંત ઈગ્નાસ અને
યુવાવર્ગની થીમ દ્વારા સંત ઈગ્નાસના જીવન પર ખુબજ ઊંડાણથી સમજણ આપવામાં આવી.
ત્યારબાદ ફા. અલ્પેશ મેકવાન દ્વારા શ્રદ્ધાની ઉજવણી (મીસ) કરવામાં આવી. સંત ઈગ્નાસ પાસે
તે સમયે શું હતું અને આપણી પાસે શું છે તેનું બોધપાઠ દ્વારા સમજવામાં આવ્યું.
સંગીત ટુકડી દ્વારા ભજનો સાથે ભક્તિમાં વધારો કરાયો. ત્યારબાદ સૌ યુવાનોએ ભોજન
લીધું. પછી ગત વર્ષના માજીસના ફોટા અને વિડિઓ બતાવવામાં આવ્યા. ત્યારબાદ ફા.
વિક્રમ મહિડા દ્વારા ઇન્ડિયન કેથોલિક યુથ મુમેન્ટ (ICYM) વિષે માહિતી આપાયી. પછી જે તે તાબામાંથી આવેલ યુથને પોતાના તાબા પ્રમાણે
ગ્રુપમાં બેસાડીને આવનાર સમયમાં પોતાના તાબામાં શું કરી શકાય તેના વિષે ચર્ચા કરી.
છેલ્લે આભાર કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અંકલપુર કાલવારી યુથ અને GJYM હેઠળ કરવામાં આવ્યું.
આંકલાવ પેરિશના
સભાપુરોહિત ફા. હિલેરી પરેરા એસ. જે. અને બ્રધર તિમોથી તથા સિસ્ટર અનિતા અને અન્ય
સીસ્ટરો માજીસ ડેની ઉજવણીની સફળતામાં પોતાનો સાથસહકાર આપી યુવાનોને બધી જરૂરિયાત
પુરી પાડી તે બદલ
(GJYM) તેમના આભારી રહ્યા.
(GJYM) તેમના આભારી રહ્યા.
અરુણ વાઘેલા (આંકલાવ)
No comments:
Post a Comment