Followers

MAGIS 2019 SOUTH ASIA, BANGALORE

AN OFFICIAL LOGO OF MAGIS SOUTH ASIA 2019
ST. JOSEPH'S COLLEGE, BANGALORE. 


MAGIS ORIENTATION MEETING
29TH & 30TH DECEMBER, 2018
JEEVAN DARSHAN, VADODARA.





MAGIS ORIENTATION REPORT

તારીખ 11 થી 14 જાન્યુઆરી 2019 દરમ્યાન બેંગ્લોર સેંટ. જોસેફ કોલેજ ખાતે નેશનલ માજીસનું આયોજન થઇ રહ્યું છે, જેમાં ગુજરાતથી ભાગ લેનાર યુવાનો માટે જીવન દર્શન પાસ્ટર સેન્ટર ખાતે માજીસ ઓરિએંટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
29 થી 30 ડિસેમ્બર 2018 દરમ્યાન ઓરિએંટેશન પ્રોગ્રામનું આયોજન થયું જેમાં સમગ્ર ગુજરાતમાંથી 62 જેટલા યુવક - યુવતીઓ એ ભાગ લીધો. આ ઓરિએંટેશન પ્રોગ્રામમાં નીચે મુજબના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા.
·         LIFE OF ST. IGNATIUS
·         HISTORY OF MAGIS
·         MAGIS EXPERIENCE SHARING
·         FIVE PILLARS OF MAGIS
·         TALK ON CONSTITUTION
·         TALK OF EXAMINE OF CONSCIENCE  
·         INSTRUCTION AND RESPONSIBILITIES OF JOURNEY
પ્રોગ્રામના પેહલા દિવસે સાંજે ૫ કલાકે પ્રાર્થના સાથે પ્રોગ્રામની શરૂઆત થઈ. સંત ઈગ્નાસના જીવન વિષે  જોય ક્રિસ્ટીઅન ઘ્વારા માહિતી  રજુ કરવામાં આવી. સંત ઈગ્નાસનો જન્મ અને મૃત્યુ, એમની મહત્વકાંક્ષાઓ, સંઘર્ષથી લઈને પ્રભુ ઈસુના અધિક મહિમા અર્થે કંઈક કરવાની ઈચ્છા, ઈસુ સંઘની સ્થાપના સુધીની સફર જણાવી. સંત. ઈગ્નાસની જીવન યાત્રાથી વાકેફ થયા બાદ રાઠોડ એલેક્ષએ માજીસનો સંપૂર્ણ ઇતિહાસ રજુ કર્યો સાથે-સાથે અત્યાર સુધીના બધા જ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, રાજ્યના માજીસની માહિતી આપી. ત્યારબાદ માજીસના વિડિઓ ઘ્વારા અલગ-અલગ માજીસની ઝાખી આપવામાં આવી. ફેલિક્સ મેકવાનએ તેમના માજીસ ચેન્નાઇ 2018ના અનુભવ વિષે વિસ્તૃતમાં માહિતી આપી. દિવસના અંતે આકાશ મેકવાનએ આખા દિવસનું મનનચિંતન ખુબ સારી રીતે કરાવ્યું.
પ્રોગ્રામના બીજા દિવસે પ્રાર્થનાથી દિવસની શરૂઆત કરવામાં આવી. ક્રિસ્ટીઅન જીગ્નેશએ માજીસના પાંચ સ્તંભ, પ્રાર્થના, શ્રદ્ધાની ઉજવણી, પ્રવૃત્તિ, આદાનપ્રદાન, અને તપાસચિંતન વિષે જણાવ્યું. માજીસ યાત્રા દરમ્યાન દરેક સ્તંભનું મહત્વ શું છે અને જીવનમાં પણ કઈ રીતે ઉપયોગી છે સાબિત થાય છે તે જણાવ્યું.
નેશનલ માજીસ 2019  બેંગલોર "CELEBRATE DEMOCRACY UPHOLD CONSTITUTION" ની થીમ પર આધારિત હોવાથી મી. સચિન મેકવાન સર બધાને ભારતીય બંધારણથી વાકેફ કર્યા. ટૂંકમાં પણ અસરકારક શૈલીમાં તેમણે બંધારણની પ્રાથમિક માહિતી રજુ કરી. માજીસનો પાંચમો અને અગત્યનો સ્તંભ એટલે તપાસચિંતન, ફા. વિન્સેન્ટએ આત્મનિરીક્ષણ કઈ રીતે કરવું અને પદ્ધતિ ખુબ જ ઊંડાણ પૂર્વક સમજાવી. આત્મનિરીક્ષણથી સભાનતા તરફ અને સભાનતામાં પણ પોતાના જાત વિશેની સભાનતા અને ઈશ્વર પ્રત્યેની સભાનતા તથા હું ક્યાં છુ, તેમજ સ્વકેન્દ્રીતથી પરકેન્દ્રિત થવા પર ભાર મુક્યો. શ્રદ્ધા ઉજવણી (MASS ) એ કેથોલિક ધર્મસભાની પવિત્ર ભેટ છે. માજીસ પણ આધ્યાત્મિક યાત્રા હોવાથી શ્રદ્ધા ઉજવણીનું એટલું જ મહત્વ હોય છે. ફા. વિન્સેન્ટ બધાને ખ્રિસ્તયજ્ઞમાં દોરી ગયા અને પ્રભુનો અનુભવ કરાવ્યો. એમણે માતા-પિતા અને સંતાનના સંભંધ પર ભાર મુક્યો અને મરિયમ, યોસેફ અને બાળઈસુ જેવું પવિત્ર કુટુંબ બનવા આહવાન કર્યું. બેંગ્લોર જવા માટે અને ત્યાંથી પાછા ફરવા માટે જરૂરી સૂચનો, જવાબદારીઓ, ટ્રેનની વિગત અને ટિકિટ આપવામાં આવી. અંતે ફા. નગીન મેકવાનએ બધાનો આભાર વ્યક્ત કર્યો.
સંપૂર્ણ ઓરિએંટેશન પ્રોગ્રામ ખુબ જ સારી રીતે પૂર્ણ થયો. બધાએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. માજીસ ઓરિએંટેશન પ્રોગ્રામમાં આપવામાં આવેલી બધી જ માહિતી નેશનલ માજીસ બેંગ્લોર 2019માં બધાને ખુબ જ ઉપયોગી નીવડશે.

                                                                                                                                               
                                                                                                 JIGNESH KOKNI

No comments:

Post a Comment