Followers

STEP OF INSPIRATION

ADIVASI EKTA DIN - 2018





વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
    સુરત

તારીખ 5 ઓગસ્ટ 2018 ના રોજ સુરત ખાતે SOI (STEP OF INSPIRATION) ઘ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યુનો ઘ્વારા 9 મી ઑગષ્ટને 'વિશ્વ આદિવાસી દિન' તરીકે જાહેર કરાયો છે, પરંતુ સુરતમાં મોટાભાગના કોલેજના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો ને ધ્યાનમાં લઇને 5 મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે માત્ર આદિવાસી સમાજ ના લોકો નહી પરંતુ સમગ્ર સમાજના લોકો ઉજવણીના ભાગ રૂપે હાજર રહ્યા હતા.
GJYM (Gujarat Jesuit Youth Ministry) વડોદરા ખાતે થી 12 યુવાનો-યુવતીઓ એ આદિવાસી દિનની ઉજવણીમાં સહભાગી થયા હતા, અને આ દિનને યાદગાર બનાવ્યો હતો.
વિશ્વ આદિવાસી દિનના ભાગરૂપે SOI ઘ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી નારા તેમજ આદિવાસી સમાજના નાચ-ગાન તથા ઢોલ સાથે રેલીની શરૂઆત કરવામાં આવી હતી. આ રેલીમાં એક હાજર જેટલા માણસો એ ભાગ લીધો હતો. આ સાંસ્કૃતિક રેલીની શરૂઆત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી યોગદોડ રોડ, સેન્ટ ક્ષેવિયર સ્કૂલ સુધી કરવામાં આવી હતી. રેલી દરમ્યાન વાતાવરણ એ આદિવાસિમય બની ગયું હતું. સાંસ્કૃતિક રેલી પૂર્ણ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવું હતું.
"પર્યાવરણને બચાવવું હશે તો આદિવાસીઓને બચાવવા પડશે અને એ માટે દરેક સમાજના લોકો એ આગળ આવવું પડશે'' ના નારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. પ્રદીપ ગરાસિયા, પ્રકાશ ચૌધરી (TRIBAL YOUTH LEADER - SOUTH GUJARAT) અને દમયંતી બેન ચૌધરી તેમજ બીજા યુવા લીડરઓ અને આગેવાનીની હાજરી અને સંબોધનના કારણે લોકોમાં નવો પ્રાણ ફુંકાયો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમ્યાન કેટલાક યુવાન-યુવતીઓ, નાના બાળકો તથા કેટલીક યુવતીઓ ઘ્વારા આદિવાસી નાચ-ગાન કરી આદિવાસી સમાજ ની એક આગવી ઓળખ આપવામાં આવી હતી. આદિવાસી લોક ગીતો પણ રજુ કરવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમને પૂર્ણ કરી સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ''જય આદિવાસી.....જાગો આદિવાસી.....'' ના નારા સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પુર્ણાહુતી કરવામાં આવી.
-કોલીન મકવાણા




    

No comments:

Post a Comment